પ્રભુભોજન :
જે
રાત્રે પ્રભુ ઇસુ ખ્રિસ્તની સાથે દગો કરવામાં આવ્યો તે રાત્રે તેમની ઈચ્છા તેમના શિષ્યોને
પ્રભુભોજન આપવાની હતી.
·
ઇસુની સાથે ત્રણ પ્રકારના લોકો ના જૂથ હતા.
1. ટોળું: ઇસુની વાત સાંભળીને
ઘરે જનારા લોકો.
2. વિશ્વાસીઓ: ઈશ્વરના
ચમત્કાર જોઈને વિશ્વાસ કરનારા (યોહાન ૮:30)
3. શિષ્યો: ઈશ્વરની આજ્ઞા
માનનારા (યોહાન ૮:૩૧)
·
તમે કેવી રીતે શિષ્યો બનાવી શકો? માથ્થી ૨૮:૧૬-૨૦ સમાંતર
વચનો માર્ક ૧૬:૧૬, શિષ્યો જન્મતા નથી, વિશ્વાસીઓ જન્મે છે.
·
પ્રભુભોજન શિષ્યો માટે છે.
·
માથ્થી ૨૬:૨૬-૨૯, ઈશુ ખ્રિસ્તે પ્ર્ભુભોજનની શરુઆત કરી કે
જે જુના કરારમાં પાસ્ખાપર્વ તરીકે ઓળખાતું હતું. આપણાં બચાવ અને સુરક્ષા માટે આ એક
આભારસ્તુતિ નું ભોજન છે.
·
પ્રભુભોજન એ પિતા, પુત્ર, પવિત્રઆત્મા અને એકબીજા સાથેની
સંગત છે.
તમે
તમારા જીવનને કેવી રીતે ભવ્ય બનાવી શકો?
- જાખી નો અર્થ છે "શુદ્ધ"
- લુક ૧૯:૨-૬
1.
તે મુખ્ય દાણી અને શ્રીમંત હોવા છતાં ઈશુ પાસે આવ્યો.
તેનામાં એવું કૈંક હતું જેણે તેને ઈશુ પાસે આવવાની પ્રેરણા આપી.
2.
તે ઈશુ કોણ છે તે જાણવા ઇચ્છતો હતો.
3.
તેની આગળ બે અવરોધ હતા, લોકોનું ટોળું અને
તેની ઓછી ઉંચાય.
- ઈશુએ જાખીની નોધ કેમ લીધી? તેની ઈશુને જાણવાની ઈચ્છાને કારણે.
- કેમ લોકોને ઈશ્વર મળતા નથી? કારણકે તેઓને ઈશુને જાણવાની ઈચ્છા નથી.
- જો તમે ઈશુને જાણવા માંગો છો તો તે એટલુજ ખાતરીપૂર્વક છે કે ઈશુ તમારા ઘરની મુલાકાત લેશે. તે વચનોમાં એટલુજ ખાતરીપૂર્વક લખેલું છે. એ જયારે તમારી મુલાકાત લેશે ત્યારે તે તમારા જીવનને જરૂરથી સ્પર્શ કરશે. ઈશ્વરના ઘરમાં આવવું તો આશીર્વાદ રૂપ છે. જો તમે ઈશ્વરના ઘરમાં આવશો અને તેની શોધ કરશો તો તે તમારી મુલાકાત લેશે અને તેના સ્પર્શ ધ્વારા તમારા જીવનને બદલી નાખશે.
- મંડળીએ લોકોની પાછળ ના જતા ઈશ્વરની પાછળ જવું જોઈએ.
- દૈહિક જીવન તમને ઈશ્વરથી દુર ખેંચે છે પરંતુ પવિત્રઆત્મા તમને ઈશ્વર તરફ ધકેલે છે.
- ૧ કાળવૃતાંત ૧:૧, બાયબલમાં વંશાવળીઓની નોધ છે, કે તમે જાણી શકો કે કોણ તમારા પૂર્વજ હતા. બાઈબલમાં વંશવાલી ની શરૂઆત આદમથી થાય છે. ૧ કાળવૃતાંત ૪:૧ યહુદા ના કુળની વંશાવળી. ૧ કાળવૃતાંત ૪:૮-૯ માં જણાવે છે કે યાબેસ યહુદાના કુળ નો વ્યક્તિ હતો. યહુદાનું કુળ તે પ્રભુની સ્તુતિ કરવાનું કુળ છે.
- યાબેસનો અર્થ "દુઃખ આપનાર".
- તમે કેવી રીતે આશીર્વાદ પ્રાપ્ત કરી શકો, ચાલો આપણે યાબેસની પ્રાર્થના નો અભ્યાસ કરીએ.
1.
યાબેસ યહુદાના કુળ નો વંશજ હતો, યહુદા એટલે સ્તુતિ.
2.
તે તેના ભાઇયો કરતા વધારે નામાંકિત હતો.
3.
તેણે વચનના પ્રભુનો સ્વીકાર કર્યો.
4.
તેણે સ્વીકાર કર્યો કે પ્રભુ એ આશીર્વાદ આપનાર ઈશ્વર છે.
5.
તેણે પ્રાર્થના દ્વારા પગલા લીધા.
6.
તેણે પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું કે પ્રભુ તેણે આશીર્વાદ
આપશે. આપણી પ્રાર્થનાઓ માં "ખચિત" શબ્દની ઘેરહાજરી હોય છે. "ખચિત"
શબ્દ દર્શાવેછે કે તે કેવી રીતે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા ઈચ્છતો હતો. આશીર્વાદ
શબ્દ "બરાક" શબ્દમાંથી આવ્યો છે. "બરાક" અર્થ છે
"ઉચું કરવું". આ વચનમાં યાબેસ ઈશ્વરને કહે છે
કે તું મને ખચિત આશીર્વાદ આપ અને મારી સીમા વિસ્તાર,
અને આજે મને તારું સામર્થ્ય બતાવ.
7.
મારી સીમાઓ નો
વિસ્તાર કર. તમે પ્રભુને પ્રાર્થના કરી શકો
કે પ્રભુ મારા હ્રદયને વિશ્વાસ થી ભર. જો
તમે નાની નાની બાબતોને માટે પ્રભુ ને
માન આપશો તો ઈશ્વર તમને મોટી તકો પૂરી પાડશે. તમારા જીવનમાં કશુજ આકસ્મિક રીતે બનતું નથી, સઘળું પ્રાર્થનાથીજ શક્ય
બને છે.
8.
તે તેની પ્રગતીમાં પ્રભુનો હાથ ઈચ્છે છે.
9.
તે પ્રભુને આપત્તિથી બચાવનાર ઈશ્વર તરીકે સ્વીકારે છે.
10.
પ્રગતી અને આશીર્વાદ તમને ઉચે લઈ જાય છે.
જો
તમે આશા રાખો છો કે ઈશ્વર તમને આશીર્વાદ આપે, તમને સાજાપણું આપે
તો આગળ વધો અને માંગો. ઈશ્વર પાસે માંગો કે તે
તમને આશીર્વાદ આપે, તમારી સીમાઓનો વિસ્તાર કરે અને તમારી
પ્રગતી માં ઈશ્વરનો હાથ હંમેશા તમારી સાથે રહે.
No comments:
Post a Comment