Monday, February 13, 2012

ઈશ્વરની હાજરી મારી માટે શું લાવે છે?


પ્રભુભોજન એમના માટે છે કે જેમને પોતાનું જીવન પ્રભુને સોપ્યું છે.
  • યોહન ૧૬:૧૩ ઈશ્વરનો આત્મા તમને દોરશે.
  • તે તમારી સાથે વાતચીત કરશે.
  • યોહાન ૧૬:૧૪ તે તમારા દ્વારા પિતાને મહિમાવાન કરશે.


મુસાને સમજાયું કે તેના જીવનમાં જે કઈ હતું તેના કરતા ઈશ્વરની હાજરી વધારે મહત્વપુર્ણ છે.
તમારા જીવનની સૌથી વધારે અમૂલ્ય (કિંમતી) બાબતો કઈ છે.
ઈશ્વર આજે આપણને પૂછે છે કે તું મને કેટલો પ્રેમ કરે છે?
તમારા જીવનમાં ઈશ્વરની હાજરીનું શું મહ્ત્વ્ છે?
માર્ક ૫:૨૮-૩૨ તેને તેના જીવનમાં માત્ર ઈશ્વરની હાજરીની જરૂર હતી.
શું તમે ઈશ્વરને સ્પર્શ કરો છો? તેને પ્રાર્થના, ઉપવાસ તથા બાઈબલ વાંચન દ્વારા સ્પર્શ કરો.
૧ કોરીંથ ૬:૧૯ તમારું શરીર ઈશ્વરનું મંદિર છે. જુના કરારમાં સળગતું (બળતું) ઝાડવું, સુલેમાનનું મંદિર ઈશ્વરની હાજરી તમારા શરીરમાં વસે છે.
ઈશ્વરની હાજરી લાભ લાવે છે તેમજ ઉમેરો કરે છે.

ઈશ્વરની હાજરી મારી માટે શું લાવે છે?
ગીતશાસ્ત્ર ૬૮
  1. ગીતશાસ્ત્ર ૬૮:૧-૨ જયારે તમારી પાસે ઈશ્વરની હાજરી છે, ત્યારે તમે ઈશ્વરના પિતૃત્વને સમજી શકો છો. જયારે ઈશ્વર ઉઠે છે ત્યારે તેના શત્રુઓ વિખેરાઈ જાય છે. ઈશ્વરની હાજરી એ શુદ્ધ પ્રકાશ છે. પ્રકાશ ૧૮૬,૦૦૦ માઈલ પ્રતિ સેકન્ડ ની ઝડપે પ્રવાસ કરે છે, તે ગતિએ અંધકાર પ્રકાશ પાસેથી નાસી જાય છે. તો દૈવી પ્રકાશની હાજરી હશે તો અંધકાર ૧૮૬,૦૦૦ માઇલ કરતા પણ ઝડપથી ભાગી જશે.
  2. ગીતશાસ્ત્ર ૬૮:૫-૮ જયારે ઈશ્વરની હાજરીની તમારા જીવનમા આવે છે, ત્યારે આપણે તેનું માર્ગદર્શન તથા દોરવણી સમજી શકીએ છીએ. તે તમારી આગળ ચાલશે અને તમે તેને અનુસરશો.
  3. ગીતશાસ્ત્ર ૬૮:૧૧-૧૨ જયારે ઈશ્વરની હાજરી તમારા જીવનમાં આવે છે ત્યારે શત્રુઓ ઉપરનું સામર્થ્ય તમારી મારફતે પ્રગટ થાય છે.
  4. ગીતશાસ્ત્ર ૬૮:૧૫-૧૬ જયારે તેની હાજરી તમારા જીવનમા આવે છે ત્યારે તે તેના રહેવાની જગ્યા બતાવે છે.
  5. ગીતશાસ્ત્ર ૬૮:૧૯ જયારે ઈશ્વરની હાજરી તમારા જીવનમા આવે છે ત્યારે તે આપણો બોજો ઉંચકી લે છે.
  6. ગીતશાસ્ત્ર ૬૮:૨૨-૨૩ જયારે ઈશ્વરની હાજરી તમારા જીવનમાં આવે છે ત્યારે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
  7. ગીતશાસ્ત્ર ૬૮:૨૮ જયારે ઈશ્વરની હાજરી તમારા જીવનમાં આવે છે ત્યારે ઈશ્વર તેની કૃપા અને સામર્થ્ય પ્રગટ કરે છે.

No comments:

Post a Comment