પ્રભુનો આનંદ
યોહાન ૧૫:૧૧
૧. આપણો પ્રભુ
જેનું આપણે ભજન કરીએ છીએ તે ચાહે છે કે આપણે આનંદિત રહીએ.
કેવી રીતે?
યોહાનનો
૧૫મો અધ્યાય મારા આનંદને માટે લખાયો હતો. આગળનો અધ્યાય પણ મારા આનંદને માટે
લખાયો હતો. જો તમે લંબાણપૂર્વક વિચારો તો
આખુ બાઈબલ મારા આનંદને માટે લખાયુ છે. મારે બાઈબલ મારા આનંદને માટે વાંચવું જોઈએ.
૨. જો તેનો આનંદ મારામાં છે તો મારો આનંદ સંપૂર્ણ છે.
૩. તેની પાસે કેવા પ્રકારનો આનંદ છે? ચાલો આપણે દુન્યવી આનંદથી તેને અલગ તારવીએ.
૪. ગીતશાસ્ત્ર ૪:૭ પ્રભુનો આનંદ દુન્યવી આનંદ કરતા શ્રેષ્ઠ છે.
૫. ગીતશાસ્ત્ર ૫૧:૧૨ આ આનંદ તારણનો આનંદ છે.
૬. પ્રભુ હમેશાં દૈવી સત્યને પ્રગટ કરવા માટે
દુન્યવી ઉદાહરણોનો ઉપયોગ કરે છે. લુક ૧૫:૩-૭ પ્રમાણે નવ્વાણું ન્યાયીઓ કરતા એક
પાપી પસ્તાવો કરે તો આકાશમાં આનંદ થશે.
લુક૧૫:૧૭-૨૦ પ્રમાણે ઉડાઉ દીકરા ના પાછા આવવાથી તેના પિતાને આનંદ થાય છે. એજ પ્રમાણે ખોવાયેલાના આત્માના પાછા આવવાથી સ્વર્ગમાં આનંદ થાય છે.
પિતાના ગુણો
·
પિતાએ
દીકરાને જવા દીધો.
·
પિતાએ
તેને જોયો.
·
પિતા
દોડીને દીકરાને ભેટ્યા.
·
પિતાએ
દીકરાણે ચુમીયો કરી.
દીકરાને બદલામાં શું મળ્યું
·
તેને
પિતા મળ્યા.
·
તેને
ઘર મળ્યું.
·
તેને
ચુમીયો મલી.
·
તેને
સરમા સારો જામો મળ્યો.
·
તેને
તેનું સ્થાન પાછુ મળ્યુ.
૭. માથ્થી
૬:૩૩ પણ જો તમે પહેલા તેના રાજ્યને તથા ન્યાયપણાને શોધો તો તમારો આનંદ સમ્પૂર્ણ
થશે.
૮. ગીતશાસ્ત્ર ૧૬:૧૧ જો ઈશ્વરની હાજરી
તમારા જીવનમાં છે તો તમારો આનંદ સમ્પૂર્ણ થશે.
૯. યોહન ૧૬:૨૪ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે
માંગો, ને તમને મળશે.
૧૦. ગીતશાસ્ત્ર ૩૭:૪ યહોવાહમા આનંદ કરો
અને તે તમારા હ્રદયની ઈચ્છાઓ પૂરી કરશે.
No comments:
Post a Comment